પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) : શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભાનું સત્ર એક ચોક્કસ હેતુ માટે બોલાવવામાં આવ્યુ હતું સત્રના એજન્ડા પ્રમાણે કેન્દ્ર સરકારના સીએએના  કાયદાને રાજયમાં બહાલી આપવાનો  પ્રસ્તાવ હતો, આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ  એક બીજા ઉપર આરોપ પ્રતિ આરોપ મુકી રહ્યા હતા, ગૃહમાં પસ્તાવ રજુ  કરનાર ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ પ્રસ્તાવના  મુદ્દે ચર્ચા કરવાને બદલે રાજકિય ચર્ચા  કરી રહ્યા હતા તેવી જ સ્થિતિ કોંગ્રેસ તરફે હતી, કોંગ્રેસનો દેખાવ પણ નબળો હતો, પણ કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય ગ્યાસઉદ્દીન શેખ બહુ સુચક અને માર્મીક બાબત કહી ગયા, જેની અખબારોએ ભાગ્યે જ નોંધ લીધી છે, જો કે કોગ્રેસના નેતા ગ્યાસઉદ્દીન શેખની વાત પુરી થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તરત પોતાના સ્થાન ઉપર ઉભા થયા અને તેમણે ગ્યાસઉદ્દીન શેખને અભિનંદન આપતા જણાવ્યુ કે ગ્યાસુઉદ્દીને વાત કરી છે તે માટે હું તેમનો અભિનંદન આપુ છુ, મને લાગે છે કે ગૃહમાં આખા વિષયને કોઈ સારી રીતે સમજયા હોય તો ગ્યાસઉદ્દીન શેખ છે.

કોંગ્રેસના સભ્યો ભાજપ દ્વારા ગૃહ સામે રજુ કરવામાં આવેલો સીએએના પ્રસ્તાવની વિરોધ કરી રહ્યા હતા, જયારે અમદાવાદના શાહપુરના ધારાસભ્ય ગ્યાસઉદ્દીન શેખને અધ્યક્ષ દ્વારા પોતાનો મત મુકવાની તક આપી  ત્યારે ગ્યાસઉદ્દીન શેખને  વિધાનસભા ગૃહમાં કહ્યુ 1947 માં જયારે મહંમદલી ઝીણા ભારતના ભાગલા કર્યા ત્યારે અમે ભારતમાં રહેવાન નિર્ણય કર્યો, અમે ભારતીયો છીએ અને ભારતમાં જ રહેવાના છીએ, અમે ભારતની માટીને પ્રેમ કર્યો છે  આ જ માટીમાં મોટા થયા છીએ, અમે કયાં જવાના નથી, પાકિસ્તાન સાથે અમને જરા પણ પ્રેમ નથી, હું તો તેને પાકિસ્તાન નહીં નાપાકિસ્તાન કહુ છુ.

ખાડે ગયેલુ પાકિસ્તાન જયારે ભારતના મુસ્લિમની વાત કરે છે ત્યારે હું તેમને કહેવા માગુ છુ કે તમે ભારતના મુસ્લિમ માટે કઈ બોલશો નહીં, અમારે તમારી સહાનુભુતીની કોઈ જરૂર નથી, તમે તમારા દેશને સંભાળો અમે ભારતના મુસ્લિમો અમારી વાત જઈ લઈશુ, જયાં સુધી ભારતમાં સીએએનો કાયદો આવે તેની સાથે ભારતના મુસ્લિમોને કોઈ વાંધો નથી, પણ જો દેશ અને ગુજરાતમાં એનઆરસી લાગુ કરવાની વાત હોય તો હું તેનો વિરોધ કરૂ છુ કારણ એનઆરસીના કાયદાને કારણે માત્ર મુસ્લિમો જ નહીં પણ જેઓ  ગરીબ છે તેવા તમામ વર્ગના લોકોને તકલીફ પડશે  જેઓ પાસે પુરતા દસ્તાવેજી પુરાવા નથી. તેથી હાલમાં હું સીએએના કાયદાનું સમર્થન કરી શકતો નથી, ગ્યાસઉદ્દીન શેખના ભાષણ બાદ તરત વિજય રૂપાણીએ કહ્યુ હતું ગ્યાસઉદ્દીન શેખને હું અભિનંદન આપુ છુ કારણ તેઓ હાર્દ સમજયા છે જો કે હાલમાં એનઆરસીની કોઈ વાત જ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે આપણે ત્યાં કોઈ મુસ્લિમ નેતા દેશ વિરોધી નિવેદન કરે ત્યારે માધ્યમો તેનો ખુબ પ્રચાર રે છે, પણ ગ્યાસઉદ્દીન શેખ દ્વારા જયારે ભારતીય મુસ્લીમની વાત કરી ત્યારે માધ્યમોએ તેની નોંધ બહુ ઓછી લીધી.