મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ સંસ્કારી નગરી તરીકે ઓળખાવાતા વડોદરામાં શિક્ષણના સ્થાન પર જ દારૂની મહેફીલો થાય તેમાં યુનિવર્સિટી અને વડોદરા બંનેને નિચાજોણું થઈ ગયું છે. વડોદરાની મ.સ. યુનિ.માં દોળે દહાળે દારૂની મહેફીલ માણવામાં આવી રહી હતી. તેમાં યુવક યુવતીઓ દારુની મહેફીલ માણી રહ્યા હતા ત્યાં જ વિજિલન્સની રેડ પડી તો મહેફીલમાં શામેલ 10 જેટલા યુવક યુવતીઓ ત્યાંથી બેગ નાખીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ કેસમાં બે યુવક અને એક યુવતી સામે ગુનો નોંધ્યો છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીી સાયન્સ ફેકલ્ટી પાસે આવેલા માઈક્રોબાયોલોજી વિભાગ પાસે ગીરડાના ગેટ ખાતેની ભૂખી કાસ નજીક આવેલા પાર્કીંગમાં આજે બપોરે દસેક જેટલા યુવક યુવતીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. બપોરે 3.30 વાગ્યાના આરસામાં વિજિલન્સ ત્યાં આવી ચઢ્યું તો યુવક-યુવતી બેગ મુકીને ત્યાંથી ભૂખી કાંસ તરફ ભાગી ગયા હતા. જોકે આ દરમિયાન એક યુવક વિજિલન્સના હાથે પકડાઈ ગયો હતો. ઉપરાંત યુવતી અને યુવકના બેગની તપાસ કરતાં તેમાંથી કોલ્ડ્રીંક્સની બોટલ્સ અને દારુની બોટલ પણ મળી આવી હતી. વિજિલન્સે અન્ય એક યુવક અને યુવતીને પણ પકડી પાડ્યા હતા. બાદમાં તેમને સયાજીગંજ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં બે યુવક અને એક યુવતી સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.