વડોદરા: વડોદરા નજીક હાલોલમાં વ્યવસાયે ડોક્ટર યુવતીએ પોતાના પર એક યુવકે નામ બદલી તેને પ્રેમજાળમાં ફસાવી અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં દાખલ કરાવી છે. પોલીસે યુવતીનું મેડિકલ પરિક્ષણ કરાવી આરોપી યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તે મૂળ હિમાચલ પ્રદેશની રહેવાસી અને ઘણા વર્ષોથી હાલોલમાં રહે છે. વર્ષ 2011માં પારૂલ યુનિવર્સિટીમાં BHMSના અભ્યાસ દરમિયાને એક મિત્ર દ્વારા તે ઋષિકેશ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી અને તેની સાથે પ્રેમ સંબંધ બાદ શારીરિક સંબંધ બંધાયા હતા. આ દરમિયાન ઋષિકેશે તેના અશ્લીલ ફોટો પાડી લીધા હતા અને આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપીને છેલ્લા નવ વર્ષની તેના પર વારંવાર દુષ્કર્મ આચરતો હતા. દરમિયાન યુવતીને માલુમ પડ્યું હતું કે આ આરોપી યુવકનું સાચુ નામ સાદિક ઇબ્રાહિમ મેમણ છે અને તે બનાસકાંઠાના પોસીના તાલુકાના લાબડિયા ગામનો વતની છે. એટલું જ નહીં ઋષિકેશ પટેલ નામ ધારણ કરનાર સાદિક મેમણ પરણિત અને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય અગાઉ પણ સાદિકે યુવતીને અમદાવાદ બોલાવી શારીરિક શોષણ કર્યું હતુ અને તેને મુકેને જતો રહ્યો હતો. જેથી યુવતીના માતાપિતાને આ અંગે જાણ થઇ હતી અને યુવતીને હિંમત આપી તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

યુવતીની ફરિયાદના આધારે પોલીસે સાદિક મેમણની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. સાદિક તેના વતન લાબડિયામાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં વર્ષ 2019માં લવ જેહાદના ચાર કેસ પોલીસના ચોપડે નોંધાયા હતાં.