મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ઉત્તરાયણના પર્વને લોકો હર્ષોલ્લાસથી ઉજવે છે. જોકે અબોલ પક્ષીઓ આપણી આ મજામાં ઘણીવાર સજા ભોગવતા હોય છે. લોકો એક બીજાના પેચ કાપવા માટે દોરીને કાચથી ઘસાવે છે અને ઘણા તો પ્રતિબંધિત ચાઈનીઝ માંજા પણ વાપરતા હોય છે. જેને કારણે દોરીથી પક્ષીઓ અને ઘણીવાર લોકો પણ ઈજાગ્રસ્ત થઈ જાય છે, જીવ પણ ગુમાવે છે.

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં એક ઘટના એવી બની છે કે નગરીના સંસ્કાર તેમાં દેખાયા છે. વડોદરામાં સુરસાગર તળાવ પાસે એક કબૂતર દોરીથી ઈજાગ્રસ્ત થઈ સુરસાગર તળાવમાં પડે છે અને એક બાળક આ દ્રષ્ય જુએ છે. તે તુરંત પોતાના પિતાને કબૂતરને બચાવી લો તેવી જીદ્દ પકડે છે અને બાળકની આ ઈચ્છાને લઈ પિતા તુરંત સુરસાગરમાં કુદી પડે છે.

આજે ઉત્તરાયણની સવારે સુરસાગરમાં એક કબૂતર દોરીથી ઈજાગ્રસ્ત થતાં પાણીમાં પડી જાય છે, જોકે તે ઈજાગ્રસ્ત હોવાથી અને દોરી લપેટાઈ જતાં ઉડી શક્તું નથી. આ દરમિયાન તળાવની કિનારે ઊભેલી એક દીકરી આ દ્રષ્ય જોઈ જાય છે અનટે તે તુરંત પિતાને કહે છે કે પપ્પા જાઓ અને જલ્દી જ તેનેટ બચાવો, બસ દીકરીના આ શબ્દો સાંભળી તુરંત પિતા સતિષભાઈ કહાર વિચાર્યા વગર પાણીમાં કુદી પડે છે.

સતિષભાઈ પોતે પાણીમાં તરવાનું જાણે છે પરંતુ હાલ તળાવનું પાણી ઘણું ઠંડુ હતું. ટછતાં તેઓ આગળ વધે છે અને કબુતર સુધી પહોંચી તેની દોરી કાઢે છે અને તેને સલામત બહાર કાઢે છે. આમ સતિષભાઈ અને તેમની દીકરી કબૂતર માટે એક ભગવાનનો અવતાર લઈ સામે આવ્યા છે.' (VIDEO credit to Chintan Shripali-Vadodara)