પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં બે પ્રકારના દાનવીરો છે, એક જમણા હાથે દાન કરે અને તેમના ડાબા હાથને ખબર પડે નહીં તેની તકેદારી રાખે છે. જ્યારે એક દાનવીર પાવલીનું દાન કરે અને એકસો રૂપિયાનો દેખાડો કરે છે. બીજા પ્રકારના દાનવીરમાં સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાનો સમાવેશ થાય છે. કર્મચારીના પૈસાથી જ કાર ખરીદી પોતે જાણે બોનસમાં કાર આપે છે તેવી આંતર રાષ્ટ્રીય ખ્યાતી તેમને મેળવે છે. જો કે હવે તેઓ નવા વિવાદનો સામનો કરી રહ્યા છે. જાણે તેમને ગાંધી સહિત દેશના રાષ્ટ્રીય નેતાઓ માટે માન હોય તેમ તેમણે અમરેલીના લાઠીના અકાળા અને દુધાળા વચ્ચે સરકારી જમીન ઉપર ગાંધીની પ્રતિમા કોઈની પણ સરકારી મંજુરી લીધા વગર મુકી દિઘી. હવે તે ગાંધીની મુર્તિ અસામાજીક તત્વોએ ખંડિત કરી તેવો બોહાળો સવજી ધોળકિયાના મળતીયાઓએ કર્યો, જેના કારણે પોલીસ અને તંત્ર ભીંસમાં મુકાઈ ગયું, પણ અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું કે કોઈએ મહાત્માની મૂર્તિ ખંડિત કરી ન્હોતી, આમ છતાં સવજી ધોળકિયાના અંગત સચિવ કનક દ્વારા આ મામલો ઊભો કરવામાં આવ્યો છે,  જેના કારણે અમરેલી પોલીસ સવજી ધોળકિયાની પુછપરછ કરવાનો નિર્ણય કર્યો છે.

આમ તો સવજી ધોળકિયા દાનવીર છે પણ  તેમની નજર સરકારી જમીન ઉપર કાયમ હોય છે, ભરૂચ પાસે આવેલા તેમના ફાર્મ હાઉસમાં જવા માટે  તેમણે નર્મદા નદીનો પ્રવાહ રોકી રસ્તો બનાવી લીધો હતો. જો  કે ભરૂચ કલેકટર દ્વારા તે રસ્તો તોડી પાડવામાં આવ્યો હતો. પોતાની રાજકીય વગને કારણે તેઓ માને છે કે તેઓ ધારે તે કરે અને તંત્રમાં તેમને પુછનાર કોઈ નથી. આવું જ કંઈક તેમણે અમરેલીના દુધાળા પાસે કર્યું, થોડા મહિના પહેલા તેમણે સરકારી જમીન ઉપર નારાયણ સરોવરના કિનારે જ્યાં તેમની પોતાની મિલ્કત પણ આવેલી છે તેની પાસે જાહેર સ્થળે ગાંધીની મૂર્તિ ગોઠવી દીધી, જાણે સરકારી જમીન પણ તેમની માલીકીની હોય તેમ આ  અંગે  તેમણે  કોઈની મંજુરી પણ લીધી નહીં, તાજેતરમાં સોશીયલ મીડિયા ઉપર ગાંધીની  પ્રતિમા ખંડિત થઈ હોવાના ફોટો વાયરલ થયા હતા. તે ફોટો ખુદ સવજી ધોળકિયાના માણસોએ જ કર્યા હતા, ત્યાર બાદ તેમણે અમરેલીના એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. જેના કારણે આખી વાત ગંભીર બની ગઈ હતી.

સવજી ધોળકિયાના માણસોનો આરોપ હતો કે અસામાજીક તત્વો દ્વારા આ  પ્રતિમા ખંડિત  કરવામાં આવી છે, આ મામલો ગંભીર હોવાનો કારણે તેમજ ગાંધીજી પ્રતિમાં ખંડિત થતાં અમરેલીના એસપી નીર્લિપ્ત રાયે પોતે સ્થળ ઉપર જઈ તપાસ કરી અને ખંડિત મૂર્તિ જતા તેમને કંઈક ગરબડ હોવાની શંકા જતા તેમણે ફોરેનસીક અધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યા હતા, જેમાં બહાર આવ્યું કે પ્રતિમાં તોડવામાં આવી નથી પણ સવજી ધોળકિયાના કામ માટે આવેલી ટેંકરની ટક્કરથી પ્રતિમાં તુટી છે. પણ અકસ્માતે પ્રતિમા તુટી હોય તો સવજી ધોળકિયાના માણસોએ પ્રતિમાં ખંડિત થઈ તેવો આરોપ કેમ મુક્યો હતો, આમ આ મામલ  પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે  પોલીસને હાથ ત્રણ ઓડીયો કલીપ આવી. જેમાં સવજી ધોળકિયાનો પીએ કનકની પણ છે. (ઓડિયો અહેવાલના અંતમાં દર્શાવ્યા છે)

કનક આ ઓડીયો કલીપમાં પોતાના માણસો પ્રતિમાં ખંડિત થઈ તે મુદ્દે કેવી રીતે પોલીસને ભીંસમાં લેવા તેની સમજ આપે છે. આમ સવજી ધોળકિયાના માણસોનો મલીન ઈરાદો સ્પષ્ટ થયો હતો, જો કે કયા કારણસર પ્રતિમા ખંડિત  કરવામાં આવી એ સ્પષ્ટ નથી, આ એક અકસ્માત હતો કે ધોળકિયાની મિલ્કત તરફ આવતા લોકોને રોકવા માટે આ કારસ્તાન આચરવામાં આવ્યું હતું.