રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કોલેજના બીજા વર્ષમાં ભણતી મોડાસા નજીક સાયરા ગામની 19 વર્ષની એક દલિત દીકરી 5 જાન્યુઆરી, 2020 ના રોજ, ઝાડ ઉપર લટકતી મળે છે. PM થયું ત્યારે ખબર પડી કે તેના પર બળાત્કાર થયો છે અને મર્ડર થયું છે. 7 જાન્યુઆરીના રોજ સાંજે 700 વાગ્યે FIR નોંધાય છે. આ કિસ્સામાં દલિતની ફરિયાદ બિનદલિત સામે હોય ત્યારે ફરિયાદ નોંધતા આટલો વિલંબ કેમ ઊનામાં દલિતોને ટોપલેસ કરી સવારના 10.30 થી બપોરના 3.00 સુધી આખા ટાઉનમાં કાર પાછળ બાંધીને મારઝૂડ કરતા કરતા ફેરવ્યા હતા ! કરુણતા એ હતી કે સ્થાનિક પોલીસને આમાં કંઈ વાંધાજનક લાગ્યું ન હતું ! મુખ્યમંત્રી ઊનાની વિઝિટે ગયા, તે પહેલા જિલ્લા કલેક્ટર SPએ ઊનાની વિઝિટ કરી ન હતી ! રેપ-મર્ડરના ગુનાઓમાં કલેક્ટર SP એ સ્થળ વિઝિટ કરવી ફરજિયાત છે. સ્થળ વિઝિટ વેળાએ પાંચ ફરજો બજાવવાની હોય છે  [1] વિક્ટિમ (પીડિત) આશ્રિતોની યાદી તૈયાર કરવી. [2] મિલકત હાનિનો અહેવાલ તૈયાર કરવો. [3] પોલીસ રક્ષણનો હુકમ કરવો. [4] રક્ષણ પૂરું પાડવા જરુરી પગલાં લેવાં. [5] તરત રાહત પૂરી પાડવી.

એટ્રોસિટી એક્ટ કલમ-4 મુજબ પોલીસની નીચેની ‘ફરજ’ છે. [A] મૌખિક ફરિયાદ નોંધવી. ફરિયાદ આપનારને વાંચી સંભળાવવી. [B] FIR વિના વિલંબે નોંધવી અને યોગ્ય કલમ હેઠળ નોંધવી. બર્કિંગ નહીં મિનિમાઈઝેશન નહીં. [C] FIR ની એક નકલ વિના મૂલ્યે માહિતી આપનારને આપવી. [D] વિક્ટિમ અને સાહેદોના નિવેદનો નોંધવા. [E] ત્વરિત તપાસ હાથ ધરવી, 60 દિવસમાં ચાર્જશીટ કરવું. વિલંબ થાય તો લેખિત સ્પષ્ટતા કરવી. [F] કોઈપણ દસ્તાવેજ ઈલેક્ટ્રોનિક રેકર્ડને સારી રીતે તૈયાર કરવો, ભાષાંતર કરવું. આ છ પ્રકારની ફરજ બજાવવામાં પોલીસ ચૂકબેદરકારી કરે તો તેને 6 મહિનાથી ઓછી નહીં અને 1 વર્ષ સુધીની જેલ થાય. ઊના કેસમાં ABCDE ની જોગવાઈનો ભંગ થયો હતો. જેની સજા પોલીસને અવશ્ય થશે.

એટ્રોસિટી એક્ટમાં, 26 જાન્યુઆરી 2016 થી કલમ-15 (A) નો ઉમેરો થયો છે; તેમાં વિક્ટિમ-ભોગબનનાર અને સાક્ષીઓના અધિકારો જણાવ્યા છે. આ જોગવાઈ શ્રેષ્ઠ છે. ભારતના બીજા કોઈ કાયદામાં આવી જોગવાઈ નથી. દલિત મહિલા ઉપર ગેંગ રેપના કિસ્સામાં 8,25,000 નું વળતર મળે છે. તેના માટે અરજી કરવાની હોતી નથી. FIR અને તપાસના તબક્કા મુજબ સમાજ કલ્યાણ ખાતા તરફથી વળતર બેન્કમાં આપોઆપ જમા થઈ જાય છે. દલિતોને ન્યાય મળે તે માટે જોગવાઈઓ તો કરી પણ પોલીસતંત્ર દલિતો પ્રત્યે સંવેદનશીલ કેમ બનતું નથી મનુસ્મૃતિ મુજબ દલિતો નીચા છે અને બીજા ઊંચા એ સામંતવાદી વિચારધારા છોડવી પડશે. ઉપલા વર્ણમાં રામ ઠાંસીઠાંસીને ભર્યો છે અને દલિતોમાં રામ અડધો છે; એવું હોઈ શકે નહીં. દલિત દીકરી ઉપર રેપ થાય ત્યારે આપણો આત્મા કેમ જાગતો નથી, આપણું હિંદુત્વ ક્યાં જતું રહે છે. માણસને માણસ તરીકે જોવાનું ક્યારે શીખીશું. (લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે)