મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય અપહત્ય યુવતીનો ૫ દિવસ પછી સાયરા ગામની સીમમાંથી રવિવારે સવારે વડના ઝાડ સાથે ફાંસે ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારજનોએ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ અને હત્યા થઇ હોવા અંગે પરિવારજનો અને અનુ.જાતિ સમાજના અગ્રણીઓને પોલીસતંત્ર સમક્ષ ૪ શખ્શો સામે ગુન્હો નોંધવાની માંગ પછી જ પી.એમ. કરવાની માંગ પર અડગ રહેતા અને ધરણા પર ઉતરતા મંગળવારે બપોરે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં ૪ શખ્શો સામે અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધાતા પરિવારજનોએ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ યુવતીનું ફોરેન્સિક પીએમ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડી પીએમ કરાવી અંતિમક્રિયા કરી હતી પીએમ રિપોર્ટ નું પ્રાથમિક સિર્ટીફીકેટ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા અરવલ્લી જીલ્લામાં અજંપાભરી સ્થિતિ પેદા થયી છે.

ત્યારે જીલ્લા પોલીસવડા મયુર પાટીલ અને એસ.સી.એસટી સેલના તપાસ અધિકારી પણ પીએમ રિપોર્ટ અંગે કે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ પી.એમ સર્ટિફિકેટ અંગે કે આ કેસ અંગે મૌન ધારણ કરી લેતા પત્રકારોએ કલેક્ટર ઓફિસમાં એસપીને રજુઆત કરતા એસપી મયુર પાટીલે પત્રકારો સાથે ગેરવર્તણૂક અને “મુજસે બુરા કોઈ નહિ હોગા”ની ધમકી અપાતા પત્રકારો સમસમી ઉઠ્યા હતા.

સાયરા( અમરાપુર) ગામની ૧૯ વર્ષીય શંકાસ્પદ મૃત્યુ પછી પોલીસની ઢીલી નીતિ સામે અનુ.જાતિ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે પોલીસતંત્ર અગમ્ય કારણોસર પત્રકારોથી દૂર ભાગી રહી હોય આ અંગે જીલ્લા કલેકટર અમૃતેશ ઔરાંગાબાદકર ને રજુઆત કરવા જતા કલેકટર કચેરીમાં એસપી મયુર પાટીલ પણ ઉપસ્થિત હોવાથી કલેક્ટરને પત્રકારોએ કરેલ રજુઆત પછી એસપી મયુર પાટીલે ૭ તારીખે રોષે ભરાયેલા ટોળાએ પોલિસ વડાનો ઘેરાવાનું કવરેજ કરવા અંગે અદાવત રાખી પત્રકારોને ખુલ્લી ધમકી આપતા જણાવતા કે બીજીવાર દરવાજો ખટખટાવવો નહિ...નહીતો બીજીવાર “મુજસે બુરા કોઈ નહિ હોગા” ની ધમકી આપતા પત્રકારો સમસમી ઉઠ્યા હતા પત્રકારોએ એસપી મયુર પાટીલની તાત્કાલિક બદલી કરવામાં આવે ની માંગ કરી હતી.