મેરાન્યૂઝ નેટવર્ક.પાલનપુરઃ ગુજરાતના પાલનપુર તાલુકાના મૂળ વતની અને બીએસએફ જવાનનું આકસ્મિક નિધન થતાં સંપુર્ણ સન્માન સાથે અને ગાર્ડ ઓફ ઓર્નર સાથે તેમની અંતિમવિધી કરવામાં આવી હતી. જવાનના મોતને પગલે પાલનપુર તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મેઘાલયની તૂરા બોર્ડર પર ફરજ બજાવતા સરદારભાઈ ભેમજીભાઈ બોકા (ચૌધરી) શહીદ થયા છે. તેમના વતનમાં તેમને માનભેર ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દાંતિવાડા બીએસએપ અને ગાંધીનગર બીએસએપ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તેઓ મૂળ પાલનપુરના ખોડલા ગામના વતની હતા. સમગ્ર ગામ તેમની અંતિમવિધીમાં ઉમટ્યું હતું.  પાલનપુરના ખોડલા ગામના સરદારભાઈ બોકા શહીદ થયા હતા. બંગાળમાં ફરજ બજાવતા આ જવાનનો પાર્થિવદેહ આજે વહેલી સવારે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધી કરવા માટે તેમનો પાર્થિવ દેહ પાલનપુર લઈ જવામાં આવ્યો હતો. તિરંગામાં જ્યારે શહીદનો પાર્થિવ દેહ ગામમાં આવ્યો ત્યારે સમગ્ર ગામ ગમગીન થઈ ગયું હતું.