પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): બેન્કોને કોઈ નાનો માણસ ચુનો લગાડતો જ નથી, દેશના મોટા ઉધ્યોગપતિઓ અને નેતાઓ બેન્કમાં પડેલા નાના ખાતેદારના પૈસા ચાઉ કરી જાય છે, આવી જ ઘટના ગુજરાત સીઆઈડી ક્રાઈમના ધ્યાનમાં આવતા ગુજરાત સીઆઈડી  ક્રાઈમ બાન્ચે ગુપ્તરાહે હાથ ધરેલી તપાસ બાદ ડીઆઈજી ગૌતમ પરમારની આગેવાની હેઠળ સીઆઈડીની 12 ટીમો  કચ્છ પહોંચી હતી અને કચ્છ ડીસ્ટ્રીકટ બેન્કમાં 100 કરોડ કરતા વધુનું કૌભાંડ કરનાર 30 વ્યકિતઓની ધરપકડ કરી હતી, સુચક બાબત એવી છે કે જયંતિ ભાનુશાળી કેસના આરોપી જયંતિ ઠક્કર ઉર્ફે ડુમરા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યુ હતું, આ મામલે સીઆઈડી અધિકારીઓ હજી મગનું નામ મરી પાડતા નથી, પરંતુ  રાજકિય નેતાઓ પણ આ કૌભાંડમાં સામેલ છે.

જયંતિ ભાનુશાળી હત્યા  કેસની  તપાસ દરમિયાન સીઆઈડી  ક્રાઈમના ધ્યાનમાં કેડીસી બેેન્ક કૌભાંડ આવ્યુ હતુ, જયંતિ ભાનુશાળી અને જયંતિ ઠક્કર વચ્ચે જે વાંધો હતો  તેમાં આ બેન્ક કૌભાંડ પણ કારણભુત હતું જેના કારણે તે દિશામાં તપાસ કરતા કૌભાંડ 100  કરોડ કરતા વધુ  હોવાની હકિકત બહાર આવી હતી જેના પગલ એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું મોડી રાત્રે શરૂ થયેલા ઓપરેશનમાં 30 કરતા વધુ લોકોને ઉપાડી લેવામાં આવ્યા છે, જયંતિ ડુમરાએ ખોટી મંડળીઓ અને ભળતા નામે એકાઉન્ટ ખોલાવી આ પૈસા સેરવી લીધા હોવાની જાણકારી મળી રહી છે.